કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને ગુરુવારે લોકસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યાં સુધી મામલો વિશેષાધિકાર સમિતિ પાસે પેન્ડિંગ છે અને જ્યાં સુધી તપાસ રિપોર્ટ આવે ત્યાં સુધી તેઓ ગૃહમાંથી સસ્પેન્ડ રહેશે. અધીર રંજન ચૌધરીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન પીએમ મોદી પર ટિપ્પણી કરી હતી. વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ ગૃહમાં પડયો છે. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગૃહમાં ઠરાવ રજૂ કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ દર વખતે દેશ અને સરકારની છબીને બગાડવાનો પ્રયાસ કરે છે. અમે તે દરમિયાન માફીની માંગણી કરી હતી, પરંતુ તેણે માફી માંગી ન હતી. તેમની સામે દરખાસ્ત લાવવામાં આવી હતી જે સ્વીકારવામાં આવી હતી. સ્પીકરે કહ્યું કે અધીર રંજન ચૌધરીની વર્તણૂક ગૃહને અનુરૂપ નથી.
નવા નીરવ મોદીને જોવાનો શું ફાયદો
સસ્પેન્ડ થયા બાદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેમને વોક આઉટ કરવું પડ્યું કારણ કે આજે પણ મણિપુરના મુદ્દે પીએમ ‘નીરવ’ રહ્યા છે, તેથી મેં વિચાર્યું કે નવા ‘નીરવ મોદી’ને જોવાનો શું ફાયદો છે. પીએમ મોદી કહે છે કે આખો દેશ તેમની સાથે છે તો પછી તેઓ કોંગ્રેસથી કેમ ડરે છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું કે અગાઉ AAP સાંસદો સંજય સિંહ અને રિંકુ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે અધીર રંજન ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપ ઈન્ડિયા એલાયન્સને તેનો અવાજ ઉઠાવતા રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અમે પાછળ હટીશું નહીં. મણિપુરને પીઠ બતાવી. આજે સમગ્ર મણિપુર રાજ્ય પીએમના શબ્દોથી અસંતુષ્ટ છે.
Adhir Ranjan Chowdhury suspended from Lok Sabha till report of Privileges Committee
Read @ANI Story | https://t.co/mmrljPnprL#AdhirRanjanChowdhury #LokSabha #Congress pic.twitter.com/rQaBTgZC9C
— ANI Digital (@ani_digital) August 10, 2023
અધીર રંજન ચૌધરીએ શું કહ્યું?
અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિએ આજે વડાપ્રધાનને સંસદમાં લાવ્યા છે. અમારામાંથી કોઈ આ અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વિચારતું ન હતું. અમે માત્ર એટલું જ માંગણી કરી રહ્યા હતા કે પીએમ મોદી સંસદમાં આવે અને મણિપુર મુદ્દે બોલે. અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી વિશે કહ્યું કે જ્યારે ધૃતરાષ્ટ્ર અંધ હતા ત્યારે દ્રૌપદીના વસ્ત્રો અપહરણ કરવામાં આવ્યા હતા, આજે પણ રાજા આંધળા જ છે. મણિપુર અને હસ્તિનાપુર વચ્ચે કોઈ ફરક નથી. નરેન્દ્ર મોદી નીરવ મોદીની જેમ ચૂપચાપ બેઠા છે. ભાજપે મણિપુરના સાંસદને સંસદમાં બોલવાની તક આપી ન હતી.
#WATCH | Parliamentary Affairs Minister Pralhad Joshi moved a resolution that “that this House having taken the serious note of the gross, deliberate and repeated misconduct of Adhir Ranjan Chowdhury in utter disregard to the House and authority of Chair resolve that the matter… pic.twitter.com/UeGoHNCDXf
— ANI (@ANI) August 10, 2023
અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો
કોંગ્રેસ નેતાના આ નિવેદન બાદ ગૃહમાં હોબાળો શરૂ થયો હતો. તે જ સમયે, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ ગૃહમાં કહ્યું કે વડા પ્રધાન ઉચ્ચ અધિકારી છે. આનો અંત આવવો જોઈએ અને તેણે માફી માંગવી જોઈએ. વડાપ્રધાન સામેના પાયાવિહોણા આરોપોને સ્વીકારી શકાય નહીં. તેના પર લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે તેને રેકોર્ડમાંથી બહાર કાઢવામાં આવ્યું છે.