ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પરિણામ ગુજરાત બોર્ડની વેબ સાઈટ gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યા ક્યાંક ગમનો માહોલ. રાજ્યમાં આ વર્ષ ધોરણ 10 પરિણામ 82.56 ટકા આવ્યું છે. જ્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 17.94 ટકાનો વધુ પરિણામ જાહેર થયું છે. 2023માં ધોરણ 10નું પરિણામ 64.62 ટકા આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાએ ધોરણ 10ના પરિણામની બાજી મારી છે. ગાંધીનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ 87.22 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું આવ્યું 74.57 ટકા જાહેર થયું છે. આ ઉપરાંત 100 ટકા પરિણામ ધરવાતી 1 હજાર 389 છે. જ્યારે 30 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 264 છે. તો શૂન્ય ટકા ધરાવતી શાળાની સંખ્યા 70 છે. તો સાથે અંગ્રેજી માધ્યમના પરિક્ષાર્થીની ટકાવારી 92.52 છે. તો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી 81.17 ટકા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષ ધોરણ 10 ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ સુધી લેવાય હતી. જેમાં 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ આગાઉ ધોરણ 12 સામાન્ય પ્રવહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે.