આંબેડકર જયંતીની ઉજવણીમાં લોકો, પોલીસ વચ્ચે થયો સંઘર્ષ

રાજકોટ: ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની 14મી એપ્રિલે જન્મ જયંતી છે અને તેની દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતનાં પણ અનેક શહેરોમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. આંબેડકર જન્મજયંતી નિમિત્તે રાજકોટમાં પણ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રેલી દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું.

રાજકોટના હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ત્યાર બાદ ત્યાંથી બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ બાઈક રેલી શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પહોંચી ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ બાઈક રેલી  હોસ્પિટલ ચોકથી નીકળેલી શહેરના રેસકોર્સ રિંગ રોડ પર પહોંચી ત્યારે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલે બાઇકમાં ધોકો અડાડતાં આ વિવાદ થયો હતો અને પોલીસ અને લોકોની વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ સાથે ઝપાઝપી થતાં મામલો ઉગ્ર બની ગયો હતો અને સાથે પરિસ્થિતિ વણસે નહિ તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.