અમદાવાદ: શહેરના સરદારનગર વિસ્તારમાં “પૂંજ ઝુલેલાલ સાહેબના વ્રત ( ઉપવાસ)’ના પચાસમાં વર્ષ ‘ગોલ્ડન જ્યુબિલી’ને ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. સમાજના સંત, મહંત અને ગણમાન્ય વ્યક્તિઓ, ભક્તોની ઉપસ્થિતિમાં ભગવાન ઝુલેલાલજીના મટકી સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું.પૂજ ઝુલેલાલ મંદિર સરદારનગર સર્કલથી ઈંદિરા બ્રિજ સાબરમતી નદીના કિનારે ભક્તિમય વાતાવરણમાં શ્રધ્ધાળુઓએ મટકી સરઘસનું સમાપન કરવામાં આવ્યું હતું. સરઘસમાં ભગવાન ઝુલેલાલની જ્યોત પણ દર્શન માટે હતી. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.ઝુલેલાલના આ મટકી સરઘસમાં મેયર પ્રતિભાબહેન જૈન, સાંસદ હસમુખ પટેલ, ડેપ્યુટી મેયર જમીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, દંડક શીતલ ડાગા, ગૌરાંગ પ્રજાપતિ તેમજ આ વિસ્તારના ધારાસભ્ય ડો. પાયલ કુકરાણી ઉપસ્થિત રહ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)