નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને ટેક્સટાઇલ અને ફૂટવેર પર GSTના દરમાં કરેલા વધારાને હાલમાં લાગુ નહીં કરવાની અરજ કોન્ફેડેરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કરી હતી. હાલમાં નાણાપ્રધાન પાસે ટેક્સટાઇલ અને ફૂટવેર પર ટેક્સના દરો પાંચ ટકાથી 12 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
CAIT નાણાપ્રધાનને લખેલા પત્રમાં ટેક્સટાઇલ અને ફૂટવેર પર GSTના દરો વધારવાના નિર્ણયને તર્ક વગરનો ગણાવ્યો હતો. સંસ્થાએ આ પગલાને GSTના માળખાથી વિરુદ્ધ ગણાવ્યો હતો. ખાસ કરીને જ્યારે દેશમાં સ્થાનિક વેપાર-ધંધા ભારે નુકસાનથી ઊભરવામાં છે. આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દેશભરમાં GST વસૂલાત પ્રતિ મહિને વધી રહી છે અને સ્ટેકહોલ્ડરો સાથે વિચારવિમર્શ વિના દરોમાં કોઈ પણ જાતનો વધારો વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ના નિયમ વિરુદ્ધ અસર પડશે. સંસ્થાએ કહ્યું હતું કે અનેક વર્ષો સુધી ટેક્સટાઇલ અથવા ફેબ્રિક પર કોઈ ટેક્સ નથી લાગતો. આ ટેક્સવધારો સ્થાનિક વેપાર-ધંધામાં જ અડચણ રૂપ નથી, પણ નિકાસ પર પણ પ્રતિકૂળ અસર પાડશે.
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિયેતનામ, ઇન્ડોનેશિયા, બંગલાદેશ અને ચીન જેવા દેશોની સાથે સક્ષમ સ્થિતિમાં નથી. એક બાજુ સરકાર ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભરતા ભારત’ને પ્રોત્સાહન આપશે, જ્યારે બીજી બાજુ સરકાર ઊંચા કરવેરાથી અનિશ્ચિતત અને નિરાશાનો માહોલ પેદા થાય છે.
આ ઉપરાંત ઇન્કમ ટેક્સના નવા પોર્ટલમાં વિવિધ ખામી સર્જાવાને લીધે રિટર્ન ફાઇલ કરવામાં ઘણો સમય બરબાદ થાય છે, એમ સંસ્થાએ કહ્યું હતું.