મુંબઈઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં સુધારો આગળ વધ્યો છે અને ફેબ્રુઆરી મહિનો આ માર્કેટ માટે સારો રહેશે એવી ધારણા છે.
આ સુધારા માટેનાં અનેક પરિબળોમાં એક પરિબળ અમેરિકામાં રોજગારીના સારા આંકડાઓ અને ઉત્પાદનની વૃદ્ધિ છે.
ભારતમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર કરવેરો લાદવાનું જાહેર થયું હોવાથી નિષ્ણાતો એવું માને છે કે આ એસેટ ક્લાસને હવે ભારતમાં કાનૂની માન્યતા મળી ગયા જેવી સ્થિતિ છે. આ કારણસર પણ કરન્સી માર્કેટમાં સુધારો થયો છે.
બીટકોઈન અને એથેરિયમ એ બંને મોટી ક્રિપ્ટોકરન્સીના નેતૃત્વ હેઠળ બીજી અનેક કરન્સીમાં સુધારો આગળ વધ્યો છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી૧૫ ૧.૨૬ ટકા (૭૦૨ પોઇન્ટ) વધીને ૫૬,૫૭૬ પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૫,૮૭૪ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૭,૧૯૯ અને નીચામાં ૫૫,૮૫૯ પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
૫૫,૮૭૪ પોઇન્ટ | ૫૭,૧૯૯ પોઇન્ટ | ૫૫,૮૫૯ પોઇન્ટ | ૫૬,૫૭૬ પોઇન્ટ |
ડેટાનો સમયઃ ૨-૨-૨૨ની બપોરે ૪.૦૦ (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |