મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે મામૂલી વૃદ્ધિ થઈ હતી. અમેરિકામાં અનેક વાર વ્યાજદરમાં વધારો કરવામાં આવશે તોપણ તેને સહન કરવાની ક્ષમતા અર્થતંત્રમાં છે, એવું ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલનું નિવેદન રોકાણકારો માટે પ્રોત્સાહક ઠર્યું છે.
વિશ્લેષણાત્મક ડેટા અનુસાર ક્રીપ્ટોકરન્સીના રોકાણકારોમાં સાવચેતીનું વાતાવરણ છે. તેમણે શોર્ટ કરતાં લોંગ પોઝિશન થોડી વધારે લીધી છે.
અમેરિકન સ્ટોક ઇન્ડેક્સના ફ્યુચર્સમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. ટેક્નોલોજી ક્ષેત્રમાં થોડી રાહત જોવા મળવાની સંભાવના છે.
અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.88 ટકા (504 પોઇન્ટ) વધીને 27,303 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 26,799 ખૂલીને 27,460 સુધીની ઉપલી અને 25,945 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
26,799 પોઇન્ટ | 27,460 પોઇન્ટ | 25,945 પોઇન્ટ | 27,303 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 23-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |