આઇસી15 ઇન્ડેક્સ 233 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શોર્ટ કવરિંગ થતાં ઇન્ડેક્સમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોમાં પાછલા ચોવીસ કલાકમાં 70,000 કરતાં વધુ ટ્રેડરોએ 126 મિલ્યન ડોલર મૂલ્યનાં ઊભાં ઓળિયાં સુલટાવ્યાં હતાં. વિશ્લેષકોએ જણાવ્યા મુજબ સુલટાવાયેલાં ઓળિયાં મંદીનાં હતાં.

પાછલા ચોવીસ કલાકમાં બિટકોઇન સામાન્ય વૃદ્ધિ સાથે 30,500ની ઉપર રહેવામાં સફળ થયો છે. ઈથેરિયમ પણ 0.6 ટકા વધીને 1,800ની આસપાસ છે. ઓલ્ટરનેટિવ કોઇન્સના ભાવમાં પણ થોડો વધારો થયો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.58 ટકા (233 પોઇન્ટ) વધીને 40,042 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 39,809 ખૂલીને 40,433 સુધીની ઉપલી અને 39,126 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. આ ઇન્ડેક્સની લગભગ તમામ ઘટક કરન્સીના ભાવમાં વધારો નોંધાયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
39,809 પોઇન્ટ 40,433 પોઇન્ટ 39,126 પોઇન્ટ 40,042 પોઇન્ટ

ડેટાનો સમયઃ 9-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)