મુંબઈઃ આ સપ્તાહે અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદર ઘટાડવા વિશે નિર્ણય લેવાની છે તેને અનુલક્ષીને ઈક્વિટી બજારની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પણ નર્વસનેસ છે, ડોલર અને સોનાનાં મૂલ્ય વધી રહ્યાં છે, પણ ક્રીપ્ટોમાં ઘટાડો આગળ વધી રહ્યો છે.
નોંધનીય છે કે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પ્રવર્તમાન મિજાજનો અંદાજ આપનારો ક્રીપ્ટો ફીયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ ઘટીને 13ના આંક પર પહોંચ્યો છે, જે બજારમાં ઘણો ડર ફેલાયો હોવાનું દર્શાવે છે.
બિટકોઇનમાં 6 ટકા કરતાં વધારે ઘટાડો જોવા મળતાં ભાવ 34,000ની નીચે ઊતરી ગયો છે. એથેરિયમમાં 10 ટકા જેટલો ઘટાડો થયો છે અને ભાવ 2,200ની આસપાસ પહોંચી ગયો છે.
માર્કેટ કેપિટલાઇઝેશનની દૃષ્ટિએ વિશ્વની ટોચની 15 ક્રીપ્ટોકરન્સીની હિલચાલનો અંદાજ આપનારો ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોનો પ્રથમ વૈશ્વિક ઇન્ડેક્સ સોમવારે બપોરે 4.00 વાગ્યા સુધીમાં 8.60 ટકા (4,575 પોઇન્ટ) ઘટીને 48,637 પોઇન્ટ થયો હતો. આ ઇન્ડેક્સ 53,212 ખૂલ્યા બાદ ઉપરમાં 53,477 અને નીચામાં 48,637 જઈ આવ્યો હતો અને એ જ સપાટીએ બંધ રહ્યો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
53,212 પોઇન્ટ | 53,477 પોઇન્ટ | 48,637 પોઇન્ટ | 48,637 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 24-1-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |