આઇસી15 ઇન્ડેક્સ 3,005 પોઇન્ટ ઘટ્યો 

મુંબઈઃ છેલ્લા બે દિવસથી ઈક્વિટી અને ક્રીપ્ટોકરન્સી બન્નેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રશિયન ડિફોલ્ટની આશંકા અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિ એ બન્ને પરિબળોને લીધે રોકાણકારોના માનસ પર વિપરીત અસર થઈ છે.

ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અડધા ટકાનો વધારો કરવાનું વિચાર્યું છે એવું જાણવા મળતાં જ અમેરિકામાં સ્ટોક માર્કેટમાં ઘટાડો થયો છે અને એની અસર ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પણ થઈ છે.

રશિયાએ યુક્રેન પર હુમલો ચાલુ રાખતાં વૈશ્વિક પુરવઠાતંત્ર પર અસર થઈ છે. તેને પગલે ઊર્જાના અને કોમોડિટીના ભાવ વધી ગયા છે.

ગુરુવારે સાંજ સુધીના ચોવીસ કલાકના ગાળામાં બિટકોઇન 43,500 ડોલરની નજીક પહોંચી ગયો હતો, જે પાછલા ભાવ કરતાં 4 ટકા નીચો ભાવ છે. બીજા ક્રમાંકની ક્રીપ્ટોકરન્સી ઈથેરિયમનો ભાવ પણ 3 ટકા ઘટીને 3,200ની નજીક પહોંચી ગયો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.43 ટકા (3,005 પોઇન્ટ) ઘટીને 64,704 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 67,709 ખૂલીને 67,762 સુધીની ઉપલી અને 63,428 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
67,709 પોઇન્ટ 67,762 પોઇન્ટ 63,428 પોઇન્ટ 64,704

 

પોઇન્ટ

ડેટાનો સમયઃ 7-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)