બીએસઈ ટેકનોલોજીસને KYC રજિસ્ટ્રેશન એજન્સી તરીકેની માન્યતા

મુંબઈ તા.7 એપ્રિલ, 2022: બીએસઈની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી બીએસઈ ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ (બીટીપીએલ)ને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) પાસેથી કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી (કેઆરએ) તરીકે કામ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ છે. બીએસઈ બજારની સલામતી અને અખંડિતતાને સુનિશ્ચિત કરવા માટે હંમેશા શ્રેષ્ઠ અને અગ્રણી ટેક્નોલોજી, પ્રક્રિયાઓ અને પદ્ધતિઓના અમલીકરણમાં અગ્રેસર છે. સમાજના સર્વ વર્ગને નાણાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરવાના સરકારના વિઝનને અનુરૂપ સિક્યુરિટીઝમાં મૂડીરોકાણ માટે કેવાયસી પૂર્વશરત છે. બીટીપીએલ મારફત બીએસઈની આ પહેલ સર્વ રોકાણકાર વર્ગોને સિક્યુરિટીઝ બજારમાં મૂડીરોકાણ સવલત પૂરી પાડવામાં બહુ મહત્ત્વની પુરવાર થશે.

આ પ્રસંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું, “કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી તરીકે કામ કરવા માટે બીએસઈમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ અમે સેબીનો આભાર માનીએ છીએ. કેઆરએ  એ સિક્યોરિટીઝ માર્કેટના રોકાણકારો માટે મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે અને સિક્યોરિટી માર્કેટમાં કોઈ પણ વ્યક્તિની રોકાણયાત્રાના પ્રારંભિક બિંદુ તરીકે કામ કરે છે. કેવાયસી કેઆરએ સિક્યોરિટીઝ માર્કેટના રોકાણકારો માટે એક મુખ્ય ક્ષેત્ર બની ગયું છે અને સિક્યોરિટી માર્કેટમાં કોઈ પણ વ્યક્તિની રોકાણયાત્રાના પ્રારંભિક બિંદુ તરીકે કામ કરે છે. પ્રથમ હરોળના નિયામક તરીકે બીએસઈના 147થી અધિક વર્ષના અનુભવને પ્રતાપે બીટીપીએલ નિઃશંક ગવર્નન્સ અને કામગીરીનાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરશે.”