મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સતત બીજા દિવસે ઘટાડો થયો હતો. એની પાછળનું એક કારણ સ્પોટ બિટકોઇનના ઈટીએફ માટેની અરજીઓ સંબંધે નિર્ણય લેવામાં અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશને કરેલો વિલંબ હોઈ શકે છે. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.01 ટકા (1,424 પોઇન્ટ) ઘટીને 34,055 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,479 ખૂલીને 35,921ની ઉપલી અને 33,651 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો. ટ્રોન અને ચેઇનલિંક સિવાયના ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા. ચારથી છ ટકાની રેન્જમાં ઘટેલા પોલીગોન, લાઇટકોઇન, યુનિસ્વોપ અને પોલકાડોટ ટોચના ઘટેલા કોઇન હતા.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ ઓકેએક્સ ભારતીય માર્કેટમાં પ્રવેશીને વેબ3 એપ્લિકેશન્સ માટે સ્થાનિક કુશળ લોકો શોધવા માગે છે. ભારતમાં ઓકેએક્સના બે લાખ વોલેટ યુઝર્સ છે. બીજી બાજુ, જાણીતી ટેક્નોલોજી કંપની આઇબીએમે યુરોપિયન યુનિયનના સીબીડીસી – ડિજિટલ યુરોના સફળ ઉપયોગ માટે પાંચ ભલામણો કરી છે.