આઇસી15 ઇન્ડેક્સ 335 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિની કોઈ શક્યતા નહીં દેખાતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે થોડો વધુ ઘટાડો થયો હતો. રશિયાએ યુક્રેન પર તીવ્ર હુમલા ચાલુ રાખ્યા છે અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધબંધીના બધા પ્રયાસોને ફગાવી દીધા છે. યુક્રેનના સત્તાવાળાઓનું કહેવું છે કે રશિયાએ નાગરિકોનાં સ્થળો પર હુમલા કરવાનું ચાલુ રાખ્યું છે. તેમાં હૉસ્પિટલો, નર્સરી અને શાળાઓનો સમાવેશ થાય છે.

યુક્રેનના દક્ષિણ છેવાડાના તટને શિપિંગ તથા ઉદ્યોગથી વિખૂટો પાડવા માટે રશિયાએ મરિઉપોલ અને મૃત સમુદ્રના અન્ય બંદરો પર હુમલા કર્યા છે. આ સ્થિતિમાં બિટકોઇન ચોવીસ કલાકના ગાળામાં 1 ટકા કરતાં વધુ ઘટીને 38,188 ડૉલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. ઈથેરિયમ ત્રણેક ટકા ઘટીને 2,530 ડૉલર ચાલી રહ્યો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.60 ટકા (335 પોઇન્ટ) ઘટીને 55,342 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 55,677 ખૂલીને 56,612 સુધીની ઉંચી અને 54,863 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
55,677 પોઇન્ટ 56,612 પોઇન્ટ 54,863 પોઇન્ટ 55,342

પોઇન્ટ

ડેટાનો સમયઃ 7-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)