મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો થયો હતો. બિટકોઇન 19,000 ડોલરની નીચે ટ્રેડ થવા લાગ્યો હતો.
અમેરિકાના સ્ટોક ઇન્ડેક્સના ફ્યુચર્સ બુધવારે ફ્લેટ રહ્યા હતા. રોકાણકારોને હાલ અર્થતંત્રના આરોગ્યની ચિંતા છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટનો વધારો કરે એવી શક્યતા છે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.04 ટકા (289 પોઇન્ટ)ના ઘટાડા સાથે 27,407 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 27,701 ખૂલીને 28,016ની ઉપલી અને 27,061 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
27,701 પોઇન્ટ | 28,016 પોઇન્ટ | 27,061 પોઇન્ટ | 27,407 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 21-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |