મુંબઈઃ યુરોપમાં ઊર્જાની કટોકટી ઘેરી બની રહી છે અને અમેરિકામાં વ્યાજદરમાં મોટો વધારો થવાની શક્યતા વધી ગઈ છે એવા સમયે ક્રીપ્ટોકરન્સી માર્કેટ ફ્લેટ રહી છે. આવા સંજોગોમાં બિટકોઇન 19,780 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકામાં સોમવારે શ્રમ દિવસ નિમિત્તે શેરબજાર બંધ રહેશે. રોકાણકારો હવે આવતા સપ્તાહે જાહેર થનારા ફુગાવાના આંકડા પર નજર રાખીને બેઠા છે.
યુરોપમાં શેરબજાર ઘટ્યું છે અને યુરોનું મૂલ્ય પણ ઘસાયું છે. સમગ્ર પ્રદેશમાં ઈંધણની કટોકટી વધી ગઈ છે. બિટકોઇન માટે સપ્ટેમ્બર મહિનો સૌથી વધુ ખરાબ રહ્યો છે. દર વર્ષે આ મહિનામાં બિટકોઇનના મૂલ્યમાં સરેરાશ 6 ટકાનો ઘટાડો આવે છે. ફક્ત 2015 અને 2016 અપવાદરૂપ વર્ષ હતાં.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.12 ટકા (36 પોઇન્ટ)ના ઘટાડા સાથે 29,349 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 29,385 ખૂલીને 29,863ની ઉપલી અને 29,187 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
29,385 પોઇન્ટ | 29,863 પોઇન્ટ | 29,187 પોઇન્ટ | 29,349 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 5-9-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |