બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર 388મી-કંપની રહેતન લિસ્ટ થઈ

મુંબઈ તા. 5 સપ્ટેમ્બર, 2022: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 388મી કંપની તરીકે રહેતન ટીએમટી લિમિટેડ લિસ્ટ થઈ છે. રહેતન ટીએમટી લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 80 લાખ ઈક્વિટી શેર્સ રૂ.70ની કિંમતે ઓફર કરી રૂ.56 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 25 ઓગસ્ટ, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

રહેતન ટીએમટી ગુજરાત સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ અમદાવાદ ખાતે આવેલી છે. કંપની ટીએમટી બાર્સ અને રાઉન્ડ બાર્સનું ઉત્પાદન કરે છે, જેનો મુખ્યત્વે બાંધકામ ઉદ્યોગમાં વપરાશ થાય છે. કંપનીના પ્રોડક્ટ્સનો વપરાશ બંધો, પુલો રહેણાક અને વેપારી સંકુલોના બાંધકામમાં થાય છે.

અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી 150 કંપની મુખ્ય બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 387 કંપનીઓએ રૂ.4,145 કરોડ બજારમાંથી એકત્ર કર્યા હતા, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 2 સપ્ટેમ્બર, 2022ના રોજ રૂ.58,000 કરોડ હતું.