તરુણોમાં ક્રેડિટ કાર્ડ વાપરવાની ઘેલછા વધી

મુંબઈઃ દેશમાં ગયા ત્રિમાસિક સમયગાળા દરમિયાન ક્રેડિટ કાર્ડની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો, પણ 2022માં 18-30 વર્ષના વયજૂથમાં ક્રેડિટ કાર્ડ વાપરનાર તરુણોની સંખ્યામાં 32 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2020ની સરખામણીમાં આ આંકડો 22 ટકા વધારે છે.

ભારતીય રિઝર્વ બેન્કના એક અહેવાલ અનુસાર, ક્રેડિટ કાર્ડ મારફત ખરીદી કરવાની બાબતમાં ભારત અન્ય દેશો કરતાં પાછળ છે. 2022ના જુલાઈમાં ભારતમાં લોકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા 1.15 લાખ કરોડ રૂપિયાની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.