સુંદરરમણ રામમૂર્તિએ સંભાળ્યો બીએસઈના MD, CEOનો ચાર્જ

મુંબઈ તા. 5 જાન્યુઆરી, 2022: સુંદરરમણ રામમૂર્તિએ બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ પદનો ચાર્જ  4 જાન્યુઆરી 2023થી  સંભાળી લીધો છે. તેમની નિમણૂકને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ગત નવેમ્બરમાં મંજૂર કરી હતી. સુંદરરમણની પાંચ વર્ષ માટે નિમણૂક થઈ છે.

અત્યાર સુધી સુંદરરમણ બૅન્ક ઓફ અમેરિકાની ભારતીય શાખાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ ઓપરેટિંગ ઓફિસરના પદની જવાબદારી સંભાળતા હતા.સુંદરરમણ રામમૂર્તિ એ નાણાકીય સંસ્થાઓમાં કામ કરવાનો ૩૮ વર્ષનો  અનુભવ ધરાવે છે અને બિઝનેસ, ગવર્નન્સ તેમ જ સંચાલન વધુ મજબૂત કરવા માટે ટીમને પ્રોત્સાહન આપે છે. તેઓ એક કોસ્ટ અકાઉન્ટન્ટ છે અને ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બૅન્કર્સના સભ્ય છે. તેઓ બેચરલ ઓફ સાયન્સની ડિગ્રી પણ ધરાવે છે.

તેમને ભારતીય નાણાકીય બજાર અને બૅન્કિંગ પ્રણાલીનો ઊંડો અનુભવ છે, જેમાં સ્ટેક હોલ્ડર મેનેજમેન્ટ, હાઈ કોર્પોરેટ ગવર્નન્સ ધોરણો, આધુનિકીકરણમાં ઈનોવેશનમાં ટેકનોલોજી, જટીલ પ્રણાલીઓનું અમલીકરણ અને તેનું સંચાલન, વ્યૂહાત્મક વિકાસ,  બિઝનેસ ડેવલપમેન્ટ, જટીલ ધોરણોનું અનુપાલન, બિઝનેસ એક્સેલન્સ વગેરેનો સમાવેશ થાય છે.

તેઓ નેશનલ સ્ટોક એકસચેંજમાં શરૂઆતથી સિનીયર ટીમ મેમ્બર તરીકે કામકાજ કરવાનો  ૨૦ વરસનો અનુભવ ધરાવે છે, આ વીસ વરસમાં તેમણે  કેપિટલ માર્કેટના ટ્રાન્સફોર્મેશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમણે આઈડીબીઆઈ, એસબીઆઈ અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક સાથે પણ કામકાજ કર્યુ છે.