ટ્રેનિંગ સાથે ફ્રી માં મળશે 2 લાખનો વિમો, સરકાર ભરશે પ્રીમિયમ

નવી દિલ્હીઃ સ્કીલ ઈંડિયા મિશન અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ લેનારા યુવાનોને સરકાર બે પ્રકારની ભેટ આપવાની છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સર્ટિફિકેટ લેનારા યુવાનોને બે લાખ રુપિયાનો એક્સીડન્ટ ક્લેમ મળશે. આ વિમો ત્રણ વર્ષ માટે હશે. સરકાર તેમને ટિજિટલ લોકરની પણ સુવિધા ઉપ્લબ્ધ કરાવશે. તેમને ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ સ્કિલ સર્ટિફિકેટ ડિજિટલ લોકરમાં જ આપવામાં આવશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગો સાથે જોડાયેલી ટ્રેનિંગ આપવાનો છે જેથી તેમને રોજગાર પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. આમાં ટ્રેનિંગની ફી સરકાર ભરે છે. કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને સીવીઓ રાજેલ અગ્રવાલે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે આ યોજનાનું સંચાલન નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે. આ વિમો પ્રાપ્ત કરાવવા માટે ન્યૂ ઈંડિયા ઈંન્શ્યોરન્સ કંપની સાથે એલાયન્સ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ટ્રેનિંગ પૂરી કરનારા યુવાઓને દુર્ઘટનામાં મૃત્યુ અથવા સ્થાયી વિકલાંગતાનું વિમા કવર આપવામાં આવશે. આ વીમો સ્કીલ સર્ટિફિકેટની તારીખથી ત્રણ વર્ષ માટે હશે. વીમાનું પ્રીમિયમ એનડીસી ભરશે.

આ યોજના કેન્દ્રની ફ્લેગશિપ યોજનાઓ પૈકી એક છે. આના દ્વારા સરકાર ઓછુ ભણેલા અથવા ધોરણ 10 અને 12ના ડ્રોપ આઉટ સ્ટુડન્ટ્સને સ્કિલ ટ્રેનિંગ આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાના માધ્યમથી 2020 સુધી એક કરોડ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.

સ્કિલ ઈંડિયા અંતર્ગત ટ્રેનિંગ પૂર્ણ કરનારા લોકોને સર્ટિફિકેટ ડિજિટલ લોકર દ્વારા આપવામાં આવશે. આ એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે. ડિજિટલ લોકર એવું પ્લેટફોર્મ છે જેમાં દસ્તાવેજ અને સર્ટિફિકેટ ડિજિટલ સ્વરુપે જાહેર કરી શકાય છે અને આનું ઓનલાઈન વેરિફીકેશન કરી શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]