દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક્સની સ્થાપના કરવાની જાહેરાત કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને કરી છે. તેમણે જણાવ્યા મુજબ કાપડ ક્ષેત્રે દેશને સંપૂર્ણ એકીકૃત, વૈશ્વિક દૃષ્ટિએ સ્પર્ધાત્મક અને નિકાસ માટેનું કેન્દ્ર બનાવવાની સરકારની યોજના છે. તેના ભાગરૂપે ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો છે.
સીતારામને જણાવ્યા મુજબ ત્રણ વર્ષના ગાળામાં સાત મેગા ટેક્સટાઇલ પાર્ક્સની સ્થાપના કરવામાં આવશે. તેમાં પરિવહન વખતે વેડફાતા સમયને શક્ય તેટલો વધુ ઘટાડી શકાય એવી વ્યવસ્થા કરાયેલી હશે.