મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને આવતા નાણાકીય વર્ષ માટેના મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં તેનું પ્રમાણ 4.39 લાખ કરોડ રાખવામાં આવ્યું હતું.

નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે રેલવે ડેડિકેટેડ ફ્રેઇડ કોરિડોરનું વેચાણ કરીને નાણાં ઊભાં કરશે. એ ઉપરાંત ગેઇલ, ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન અને એચપીસીએલની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍસેટ્સનું વેચાણ કરીને પણ સ્રોતો ઊભા કરવામાં આવશે.