અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે ઘરેલુ શેરબજારોમાં તેજી થઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનને મળેલી ભારે જીતથી અને વેચાણો કપાતાં રોકાણકારો સાર્વત્રિક લેવાલી કાઢી હતી. જેશી સેન્સેક્સ 992 પોઇન્ટ ઊછળ્યો હતો. નિફ્ટી પણ 24,200ને પાર થયો હતો. રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂ. 7.14 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી થઈ હતી.
મહારાષ્ટ્રમાં મળેલી સત્તાધારી ભાજપને ગઠબંધનને જીતથી રોકાણકારોને આર્થિક સુધારા આગળ વધવાની અપેક્ષા છે. જેથી PSU શેરોમાં આગઝરતી તેજી થઈ હતી. નિફ્ટી બેન્ક 1000 પોઇન્ટ ઊછળ્યો હતો. અદાણી ગ્રુપના શેરોમાં પણ નીચા મથાળેથી ગભરાટ શમતાં સુધારો થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 992.74 પોઇન્ટ ઊછળી 80,109.85ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી ઇન્ડેક્સ 314.65 પોઇન્ટ ઊછળી 24,221.90ના સ્તરે બંધ થયો હતો.
BSE એક્સચેન્જ પર કુલ 40214 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 2697 શેરો તેજીની સાથે બંધ થયા હતા. આ સાથે 1353 શેરો નરમ બંધ રહ્યા હતા, જ્યારે 164 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 448 શેરોએ 52 સપ્તાહની નવી ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 285 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચ્યા હતા.