ડેટ સ્કીમોના સંકટે સેન્સેક્સ 536 પોઇન્ટ તૂટ્યોઃ નિફ્ટી 9,200ની નીચે

અમદાવાદઃ ફ્રેન્કલિન ટેમ્પલટન ક્રેડિટ સંકટે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. નિફ્ટી 1.75 ટકા તૂટીને 9155ની નીચે બંધ આવ્યો હતો. ફ્રેન્કલિન ટેમ્પલટન ક્રેડિટ સંકટની સૌથી વધુ અસર ફાઇનાન્શિયલ અને બેન્કિંગ શેરો પર જોવા મળી હતી. જેનાથી બેન્ક નિફ્ટી 3.4 ટકા તૂટીને 19,585ના સ્તરે બંધ થયો હતો. જોકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોની તેજીએ બજારને ટેકો પ્રાપ્ત થયો હતો.

ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે પોતાની છ યોજનાઓને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. એનાથી બજારમાં ડેટ યોજનાઓ અને ઋણથી જોડાયેલી કંપનીઓની હાલત ખરાબ થઈ હતી. આનાથી નાણા બજારમાં સંકટ શરૂ થવાના સંકેત મળ્યા છે.

સ્થાનિક શેરબજારમાં બે દિવસોની તેજી પછી ઘટીને બંધ રહ્યું હતું. બેન્કિંગ, NBFC શેરો સિવાય રિયલ્ટી, ઓટો, આઇટી શેરોમાં ઘટાડો થયો હતો. નાના અને મધ્યમ શેરોમાં પણ ઘટાડો નોંધાયો હતો. જોકે ફાર્મા અને ફર્ટિલાઇઝર શેરોમાં લેવાલી રહી હતી. જેથી સેન્સેક્સ 534 પોઇન્ટ ઘટીને 31,327ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 160 પોઇન્ટ તૂટીને 9154ના મથાળે બંધ થયો હતો.  બેન્ક નિફ્ટી 681 પોઇન્ટ ઘટીને 19,587 પર બંધ થયો હતો. મિડકેપ 269 પોઇન્ટ ઘટીને 12,696 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સમાવિષ્ટમાં 30માંથી 22 શેરો વેચવાલીના દબાણે ઘટીને બંધ થયો હતો. નિફ્ટી 50માંથી 39 શેરો ઘટીને બંધ થયો હતો. બેન્ક નિફ્ટીના 12માંથી 11 શેરો વેચવાલીથી ઘટીને બંધ થયા હતા. બીજી બાજુ ડોલરની સામે 38 પૈસા ઘટીને 76.54ના સ્તરે બંધ થયો હતો.

ફ્રેન્કલિનમાં રૂ. 30,000 કરોડ અટક્યા

ફ્રેન્કલિન સમસ્યામાં ફંડ મેનેજરનું કહેવું છે કે ફ્રેન્કલિનમાં રૂ. 30,000 કરોડ અટકવા મોટી સમસ્યા છે. તેમનું કહેવું છે કે રોકાણકારોના પૈસા ડૂબશે નહીં, જોકે ફ્રેન્કલિને જે રીતે નિર્ણય લીધા છે એ ખોટા છે. હજી અનેક રોકાણકારો હવે ફંડ્સથી પૈસા કાઢવા ઇચ્છે છે.

ફ્રેન્કલિન સંકટ પર સરકારની નજર

ફ્રેન્કલિન સંકટ પર સરકારે કહ્યું છે કે એની આ ઘટના પર નજર છે. નાણાં મંત્રાલયે ફ્રેન્કલિન સંકટ પર સેબી સાથે ચર્ચા કરશે ખરાબ એસેટ ક્વોલિટીને કારણે સંકટ આવ્યું છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]