મુંબઈઃ શેરબજાર પર માર્જિનનો નવો માર પડ્યો છે. હવો કેશ સેગમેન્ટમાં પણ અપફ્રન્ટ માર્જિન લાગશે. હવે કેશ સેગમેન્ટમાં કમસે કમ 22 ટકા માર્જિંન આપવું પડશે. T+2 સેટલમેન્ટ પછી નાણાંનો ઉપયોગ થઈ શકશે. આમાં નવા સોદા બે દિવસ પછી થઈ શકશે. એનો અર્થ એ થયો કે જો મંગળવારે શેર વેચ્યા હશે તો ગુરુવારે જ નવો સોદો કરી શકાશે. NSE અને BSEએ શનિવારે આના પર FAQ જારી કરી છે. માર્જિનના નવા નિયમ તબક્કામાં લાગુ થશે. એક ઓગસ્ટથી નવા નિયમો લાગુ પડશે.
બ્રોકર્સે કહ્યું, નવા નિયમથી વધશે કરેક્શનની મુશ્કેલીઓ
બ્રોકર્સના સંગઠન ANMIએ સેબી પાસે એના પર ચિંતા વ્યક્ત કરી છે. બ્રોકર્સનું કહેવું છે કે આનાથી માર્જિન કલેક્શનના પ્રકારની મુશ્કેલીઓ વધી જશે. નવા નિયમથી ડિલિવરીના વેચાણ પર માર્જિનને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિલિવરીવાળા શેરો પર કોઈ માર્જિન નહીં હોય.
તેમનું કહેવું છે કે પાંચ લાખ રૂપિયા સુધીનાં સોદાઓ પર કોઈ માર્જિન ના હોવું જોઈએ. નવા નિયમોથી કેશ વોલ્યુમ પર ભારે અસર પડે એવી શક્યતા છે. કોરોનાને કારણે નાના ટ્રેડર્સ અને બ્રોકર પહેલેથી જ પરેશાન છે. આ પહેલાં સેબીએ માર્ચમાં બજારની ઊથલપાથલ પર લગામ લગાવવા, વ્યવસ્થિત વેપાર અને પતાવટના કામ યોગ્ય રીતે કરાવવા માટે નવા નિયમ બનાવ્યા હતા.
