મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 348મી કંપની એસબીએલ ઈન્ફ્રાટેક લિસ્ટેડ થઈ છે. આ કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 2,13,600 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.111ની કિંમતે ઓફર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 20 સપ્ટેમ્બર, 2021ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
એસબીએલ ઈન્ફ્રાટેક નવી દિલ્હીસ્થિત કંપની છે. તે રિયલ એસ્ટેટ બ્રોકરેજ, પ્લોટ્સની જમીનોના વેચાણ અને પરવડી શકે એવા આવાસ નિર્માણના વેપારમાં છે. દિલ્હીની ફાસ્ટટ્રેક ફિનસેક પ્રા. લિ. એસબીએલ ઈન્ફ્રાટેક લિમિટેડના પબ્લિક ઈશ્યુની લીડ મેનેજર હતી.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં 114 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ચૂકી છે. આ પ્લેટફોર્મ પરથી 347 કંપનીઓએ કુલ 3,700.89 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 27 સપ્ટેમ્બર, 2021ના રોજ રૂ.36,696.11 કરોડ હતું. આ સેગમેન્ટમાં બીએસઈ 61 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.