બીએસઈ-સ્ટાર એમએફ પર 1.52-કરોડ ટ્રાન્ઝેક્શન્સ: નવો વિક્રમ

મુંબઈ: બીએસઈ સ્ટાર એમએફે એક જ દિવસમાં રૂ.35,242 કરોડના 1.52 કરોડ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરવાનો નવો વિક્રમ કર્યો છે. આ પૂર્વેનો ઓલ ટાઈમ હાઈ રેકોર્ડ ઓગસ્ટ 2021માં 1.41 કરોડ ટ્રાન્ઝેક્શન્સનો હતો.

આ પ્લેટફોર્મ પર સપ્ટેમ્બર મહિનામાં નવી 9.71 લાખ એસઆઈપી નોંધાઈ છે, એ પણ એક વિક્રમ છે. આ પૂર્વે ઓગસ્ટ, 2021માં 9.09 લાખ એસઆઈપીના રજિસ્ટ્રેશનનો વિક્રમ હતો. એકંદરે આ પ્લેટફોર્મ પર નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ છ મહિનામાં 7.80 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે, જે સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21ના 83 ટકા છે.