નવી દિલ્હીઃ નાણાકીય નિયામક સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પેટીએમ બેન્કમાં સંભવિત વિદેશી કરન્સી ઉલ્લંઘનોની તપાસમાં હજી સુધી કોઈ ઉલ્લંઘન નથી મળ્યું, એમ આ મામલાના જાણકાર એક સરકારી સૂત્રએ આ માહિતી આપી હતી.
EDએ ગયા સપ્તાહે વન97 કોમ્યુનિકેશન્સની કંપની પેટીએમ પેમેન્ટ્સ બેન્કના વિદેશી લેવડદેવડની તપાસની ઘોષણા કરી હતી. રિઝર્વ બેન્કે 31 જાન્યુઆરીએ પેટીએમ બેન્ક પર ખાતાંઓ અને વોલેટમાં નવા ફંડના સ્વીકાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આ કાર્યવાહી પછી પેટીએમના શેરોમાં 50 ટકાથી વધુ ઘટાડો થયો છે. આ ઘટાડો એટલો મોટો હતો કે એનાથી કંપનીના શેરધારકોની સંપત્તિ આશરે 3.1 અબજ ડોલર ઓછી થઈ હતી. આ તપાસમાં નો યોર ક્લાયન્ટ (KYC) નિયમોથી જોડાયેલી કેટલીક ખામીઓ માલૂમ પડી હતી, જે યુઝર્સ પ્રોફાઇલની ખરાઈ કરવાથી જોડાયેલી હતી.
EDને પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં વિદેશી કરન્સી મેનેજમેન્ટ કાયદાના ઉલ્લંઘનથી અત્યાર સુધી કોઈ બાબત હાથ નથી લાગી. બેન્ક તરફથી એક સંદિગ્ધ રિપોર્ટ નહીં કાઢવાનો મુદ્દો હતો. જોકે EDએ પણ માલૂમ કરી રહી છે કે કોઈ પણ સંભવિત ઉલ્લંઘન માટે આરોપ લગાવવામાં આવે કે નહીં.
ED તરફથી આ મામલે કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી. પેટીએમે કહ્યું હતું કે કંપની તરફથી સત્તાવાળાઓને માહિતી આપી રહી છે. આ પહેલાં RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કે ગયા સપ્તાહે પેટીએમની સેવાઓને લઈને સ્પષ્ટતા કરવાના પ્રયાસ કર્યા હતા. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને બિઝનેસ સમેટવા માટે સમયમર્યાદા બે સપ્તાહ વધારીને 15 માર્ચ સુધી કરી દીધી હતી.