ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં રીલિફ રેલીઃ આઇસી15-ઇન્ડેક્સ 8% વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં કડાકો બોલાયા બાદ થોડો હાશકારો થયો હતો અને શુક્રવારે ઓચિંતો 8 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

નોંધનીય છે કે ટેરાફોર્મ લેબ્સના લ્યુના કોઇનને સ્થાનિક તથા વૈશ્વિક એક્સચેન્જોએ ડિલિસ્ટ કર્યો છે. રોકાણકારોની સંપત્તિનું રક્ષણ કરવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

બીજી બાજુ, અમેરિકાના શેરબજારમાં રાહત લાવનારો થોડો સુધારો થવાની શક્યતા દેખાતાં રોકાણકારોમાં થોડો વિશ્વાસ જાગ્યો હતો અને બિટકોઇન ફરી એક વાર 30,000 ડોલરની ઉપર પહોંચી ગયો હતો. ઈથેરિયમમાં 10 ટકાનો વધારો થતાં ભાવ 2,100 ડોલરની નજીક પહોંચ્યો હતો. માર્કેટમાં ઓલ્ટરનેટિવ કોઇનમાં પણ સુધારો થયો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 8.13 ટકા (4,651 પોઇન્ટ) વધીને 41,384 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 38,270 ખૂલીને 42,726 સુધીની ઉપલી અને 37,566 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
38,270 પોઇન્ટ 42,726 પોઇન્ટ 37,566 પોઇન્ટ 41,384 પોઇન્ટ

ડેટાનો સમયઃ 13-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]