ડેલોઇટના ટોચના રીટેલર્સની યાદીમાં રીલાયન્સ રીટેલને મળ્યું આ સ્થાન…

મુંબઈ- રીલાયન્સ રીટેલે કરિયાણાં, કન્ઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ, ફેશન અને લાઇફસ્ટાઇલ વ્યવસાયોમાં આવક વૃદ્ધિને કારણે ડેલોઇટના ગ્લોબલ પાવર્સ ઓફ રીટેલિંગ 2019 ઇન્ડેક્સમાં 94મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વૈશ્વિક રીટેલ કંપનીઓની નાણાકીય વર્ષ 2017ની આવક અને ભારતીય કંપનીઓ માટે માર્ચ 2018માં પૂરાં થયેલા નાણાકીય વર્ષની આવકને ધ્યાનમાં રાખીને ડેલોઇટે 250 કંપનીઓની યાદી તૈયાર કરી હતી.

રીલાયન્સ રીટેલ ગત વર્ષે બહાર પાડવામાં આવેલી નાણાંકીય વર્ષ 2016ની યાદીમાં સૌથી ઝડપી 50માં પ્રથમ વખત સ્થાન મેળવ્યું હતું અને નાણાકીય વર્ષ 2017માં તેની આવકમાં ઝડપી વધારો નોંધાયો હતો. જે ટોચની 250 કંપનીઓની યાદીમાં 94મું સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે, એમ ડેલોઇટે જણાવ્યું હતું.

રીલાયન્સ રીટેલ આવક અને સ્ટોરની સંખ્યા બંનેની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી રીટેલ ચેઇન છે, જે 6400 શહેરો અને નગરોમાં 9907 સ્ટોરનું સંચાલન કરે છે. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં, કંપનીની આવક લગભગ બમણી થઈને રૂ.93,903 કરોડ થઈ છે અને નફો રૂ. 4,278 કરોડ થયો છે.

ડેલોઇટે જણાવ્યું હતું કે 250 રીટેલરોની કુલ આવક 4.53 ટ્રીલિયન અમેરિકન ડોલર થવા જાય છે અને તેમાં સંયુક્ત રીતે વાર્ષિક ધોરણે 5.7 ટકાની વૃધ્ધિ જોવા મળી છે. પાંચ વર્ષમાં રીટેલ આવકની વૃદ્ધિ 3.3 ટકા હતી.

નાણાંકીય વર્ષ 2017માં ટોચના 250 રીટલરોની કુલ આવકમાં વિશ્વના ટોચના 10 રીટેલરોનો હિસ્સો 31.6 ટકા જેટલો હતો, જે વાર્ષિક ધોરણે 0.9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ટોચના ત્રણ રીટેલરોએ તેમનું સ્થાન જાળવી રાખ્યું હતું, જ્યારે એમેઝોને 25.3 ટકાની આવક વૃદ્ધિ સાથે બે સ્થાન આગળ વધીને 4થું સ્થાન મેળવ્યું હતું. વોલમાર્ટે તેનું વિશ્વના સૌથી મોટા રીટેલર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે, જેની રીટેલ આવક નાણાંકીય વર્ષ 2017માં 3 ટકા વધી હતી. વોલમાર્ટની તાજેતરની પહેલોમાં ભારતીય રીટેલર ફ્લિપકાર્ટનું હસ્તાંતરણ અને જાપાનીઝ રીટેલર રાકુટેન સાથેની ભાગીદારીનો સમાવેશ થાય છે.

કોસ્ટકોએ તેનું 2જું સ્થાન જાળવી રાખ્યું હતું જ્યારે ક્રોગર તેની પાછળ 3જા સ્થાને રહી છે. ટોચના 10 રીટેલરોમાં સાત રીટેલરો યુ.એસ.ના છે, જ્યારે જર્મન કંપની સ્વાર્ઝ અને એલ્દી એન કેમ્પ અનુક્રમે પાંચમાં અને સાતમાં ક્રમે રહ્યાં છે. યુ.કે.ની ટેસ્કો એક સ્થાન આગળ વધીને 10માં ક્રમે રહી હતી. વિશ્વના ટોચના 250 રીટેલરોમાં યુરોપમાંથી સૌથી વધારે 87 રીટલરો સ્થાન પામ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]