નવી દિલ્હીઃ ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિયો આંતરરાષ્ટ્રીય સબમરિન કેબલ સિસ્ટમ બનાવી રહી છે. આ સિસ્ટમના કેન્દ્રસ્થાને ભારત છે. કંપની આગામી પેઢીઓ માટે બે સબમરિન કેબલ બિછાવી રહી છે. કંપની આ માટે કેટલીક મોટી કંપનીઓ અને વિશ્વ સ્તરીય સબમરીન કેબલ સપ્લાયર સબકોમ સાથે હાથ મિલાવ્યા છે.
ધ ઇન્ડિયા એશિયા એક્સપ્રેસ (IAX) સિસ્ટમ ભારતને સિંગાપુર તથા પૂર્વના દેશો સાથે જોડશે, જ્યારે ભારત યુરોપ એક્સપ્રેસ (IEX) ભારતને મધ્ય-પૂર્વ અને યુરોપ સહિતના પશ્ચિમી દેશો સાથે જોડશે. આ સિસ્ટમ પરસ્પરના જોડાણને સુલભ બનાવવાની સાથે ટોચના વિશ્વના ઇન્ટરએક્સચેન્જ પોઇન્ટ્સ અને કન્ટેન્ટ હબ્સની સર્વિસને વૈશ્વિક બનાવશે. IAX અને IEX ભારતમાં અને ભરત બહાર ડેટા અને કલાઉડ સેવાઓ પહોંચાડવા માટે ક્ષમતા વધારશે, એમ કંપનીએ નિવેદનમાં કહ્યું હતું. કંપનીએ ફાઇબર ઓપ્ટિક સબમરિન ટેલિકોમ્યુનિકેશન્સના ઇતિહાસમાં પહેલી વાર માટે આ સિસ્ટ્સ માટે ભારતને આંતરરાષ્ટ્રીય નેટવર્કના નકશામાં કેન્દ્રમાં રાખે છે, જેથી વર્ષ 2016માં જિયોની સર્વિસિસ લોન્ચ થઈ, ત્યારથી ભારતનું વધેલું મહત્ત્વ, આશ્ચર્યચકિત વિકાસ અને ડેટાના વપરાશમાં ક્વોન્ટમ બદલાવને ઓળખે છે.
વર્ષ 2016માં જિયોના લોન્ચ થયા પછી ભારતમાં ડેટાની માગમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. એ હાઇ સ્પીડ સિસ્ટમ આશરે 16,000 કિલોમીટરના અંતર સુધી 200 Tbpsથી વધુ ક્ષમતા પ્રદાન કરશે.
ભારતમાં ડિજિટલ સર્વિસિસ અને ડેટા ખપતને મામલે રિલાયન્સ જિયો નેટવર્ક સૌથી આગળ છે. સ્ટ્રિમિંગ વિડિયો, રિમોટ વર્કફોર્સ 5G, IoT જેવી માગોને પૂરી કરવા માટે, આ પ્રકારે ભારત કેન્દ્રિત IAX અને IEX સિસ્ટમ બનાવવાનું નેતૃત્વ જિયો કરી રહ્યું છે, એમ કંપનીના પ્રેસિડન્ટ મેથ્યુ ઓમને કહ્યું હતું.