નવી દિલ્હીઃ કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારત રેગ્યૂલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ આ વર્ષના અંતે ફરી શરૂ કરશે, જે કોરોનાવાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે સસ્પેન્ડ કરવામાં આવી છે.
સરકાર આવશ્યક્તા અનુસાર કમર્શિયલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને પરવાનગી આપી રહી છે. સરકારની આજની જાહેરાતને લીધે એવિએશન અને પર્યટન ઉદ્યોગોને સૌથી વધારે રાહત થશે, જેમને કોવિડ-19 ચેપી બીમારીને કારણે ઘણી આર્થિક નુકસાની ભોગવવી પડી છે.