મુંબઈઃ ઈન્ડિયા સેલ્યૂલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) સંસ્થાએ અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ મોબાઈલ ફોન પરનો જીએસટી દર 12 ટકા સુધી ઘટાડી દે (જે હાલ 18 ટકા છે) અને મોબાઈલ ફોનના છૂટા ભાગો પરનો જીએસટી પાંચ ટકા સુધી ઘટાડી દે.
મોબાઈલ હેન્ડસેટ પર 12 ટકા જીએસટી દરને કારણે આ ક્ષેત્રમાં વેરો 50 ટકા જેટલો વધી ગયો છે. જીએસટી દર લાગુ કરાયા એ પહેલાં વેરો 8.2 ટકા હતો. આને કારણે ગ્રાહકોને મોબાઈલ ફોનનો ભાવવધારો સહન કરવો પડે છે. આખરે એની અસર રૂપે મોબાઈલ ફોનનું વેચાણ ઘટે છે.