નવી દિલ્હીઃ આરબીઆઈએ જણાવ્યું છે કે ઓક્ટોબર દરમિયાન તે મુદ્રા બજારમાં 360 બિલિયન ડોલરનો સંચાર કરશે. આરબીઆઈનું આ પગલું મુદ્રા બજારમાં ક્રેડિટના ઘટાડાને લઈને ઉઠાવવામાં આવ્યું છે. રીઝર્વ બેંકને આશાઓ છે આ સંચારથી તેને આગામી તહેવારો દરમિયાન બજારમાં પર્યાપ્ત માત્રામાં કરન્સીની ઉપલબ્ધતા રાખવામાં મદદ મળશે.
આ પગલાંથી એ વાત પ્રતીત થાય છે કે કેન્દ્રીય બેંક સરકારી બોન્ડના બાયબેક માટે તૈયાર છે. આ પહેલાં 27 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ દ્વારા બેંકે દાવો કર્યો હતો કે તે મુદ્રા બજારમાં જરુરિયાત અનુસાર લીક્વિડીટી રાખવા તૈયાર છે.
રિઝર્વ બેંક અનુસાર ઓક્ટોબરથી બીજા, ત્રીજા અને ચોથા સપ્તાહ દરમિયાન તે ઓપન માર્કેટ ઓપરેશન અંતર્ગત સરકારી બોન્ડની ખરીદી કરશે. જો કે રિઝર્વ બેંકે જણાવ્યું છે કે સરકારી બોન્ડ ખરીદવાની તેની નિર્ધારિત સીમાને તે મુદ્રા બજારમાં લીક્વિડીટીને જોતા બદલી પણ શકે છે.
ઉલ્લેખનીય છે કે મુદ્રા બજારમાં ભારત સરકારના બોન્ડ ઈલ્ડ પોતાના એક મહિનાના નિચલા સ્તર પર પહોંચી ગયા છે. બજારના જાણકારોનું માનવું છે કે સરકારી બોન્ડના રોકાણકારોએ કેન્દ્ર સરકારના દેણામાં કપાતના નિર્ણયને લઈને બોન્ડમાં પોતાનો ડર જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારનો બેંચમાર્ક 10 વર્ષના બોન્ડ ઈલ્ડ 12 બેસિસ પોઈન્ટના ઘટાડા સાથે 7.90 ટકા પર રહ્યા. બોન્ડનું આ સ્તર 29 ઓગષ્ટ બાદનું ન્યૂનતમ સ્તર છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે નવા દેણામાં 700 મિલિયન રુપિયાનો કપાત કરવાનો નિર્ણય સ્મોલ સેવિંગ સ્કીમોમાં અપેક્ષાથી વધારે 750 બિલિયન રુપિયાની કમાણીને લઈને લીધો છે.