દવાની કીમતોને નિયમ બદલી કાબૂમાં લેવાશે, ફાર્મા સેક્ટરમાં ફફડાટ

મુંબઈઃ દવાઓની કીમતોને કાબૂમાં લાવવા માટે ચાર વર્ષ જૂના ડ્રગ પ્રાઈઝ કંટ્રોલ ઓર્ડરમાં પ્રસ્તાવિત બદલાવના માધ્યમથી નોન શિડ્યુલ્ડ ડ્રગ્સને પ્રાઈઝ કંટ્રોલ અંતર્ગત લાવવામાં આવી શકે છે. કીમત નક્કી કરવાની રીતમાં બદલાવ દ્વારા આમ કરી શકાય તેમ છે. જે દવાઓ ભાવનિયંત્રણ પ્રણાલીની અંકુશ બહાર હોય છે તેને નોન શિડ્યુલ્ડ ડ્રગ્સ કહેવામાં આવે છે. અત્યારે પ્રાઈઝ કંટ્રોલ અંતર્ગત આશરે 370 જેટલી દવાઓ છે.

નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈઝિંગ ઓથોરિટી અને ફાર્માસ્યૂટિકલ ડિપાર્ટમેંટના પ્રતિનિધિઓએ જે પ્રસ્તાવ બનાવ્યો છે તેમાં નોન શીડ્યુલ્ડ ડ્રગ્સને પ્રાઈઝ કંટ્રોલમાં લાવવા માટે આવશ્યક દવાઓની રાષ્ટ્રીય સૂચીમાં કિંમત નક્કી કરવાની વર્તમાન પ્રણાલીને બદલવા માટેનું સૂચન પણ કરવામાં આવ્યું છે. આ સૂચનમાં કહેવામાં આવ્યું છે કે તમામ ડ્રગ્સ બ્રાંડ્સ અને જેનરિક દવાઓના સામાન્ય સરેરાશને ધ્યાનમાં રાખતા એક ટકાથી વધારે બજાર ભાગીદારીવાળી બ્રાંડ્સને સામાન્ય સરેરાશમાં લેવામાં આવે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]