પેટ્રોલના ભાવમાં 8 પૈસાનો ઘટાડો, ડીઝલના ભાવ સ્થિર

નવી દિલ્હીઃ આજે પેટ્રોલની કિંમતોમાં ફરીએકવાર ઘટાડો જોવા મળ્યો છે. જો કે ડીઝલની કીંમતોમાં કોઈ જ ઘટાડો જોવા મળ્યો નથી. પેટ્રોલની કીંમતમાં 8 પૈસા પ્રતિ લીટર જેટલો ઘટાડો થયો છે.

ઈંડિયન ઓઈલની વેબસાઈટ પર અપડેટ પ્રાઈઝ લિસ્ટ અનુસાર દિલ્હીમાં અત્યારે પેટ્રોલની કીંમત 76.35 રૂપીયા પ્રતિ લીટર થઈ ગઈ છે. તો ડીઝલની કીંમત 67.85 રૂપીયા પ્રતિ લીટર છે. 29 મે થી અત્યાર સુધી પેટ્રોલ 2.08 રૂપીયા જેટલું સસ્તુ થયું છે.

આપને જણાવી દઈએ છે કે બુધવારે અને ગુરૂવારે પેટ્રોલ અને ડીઝલની કીંમતોમાં કોઈજ બદલાવ જોવા મળ્યો નહોતો. આ પહેલા મંગળવારના રોજ પેટ્રોલમાં 15 પૈસા અને ડીઝલમાં 11 પૈસા પ્રતિ લીટર સુધીનો ઘટાડો થયો હતો. છેલ્લા 18 દિવસની જો વાત કરવામાં આવે તો પેટ્રોલ 2.08 રૂપીયા પ્રતિ લીટર સુધી સસ્તુ થયું છે તો ડીઝલ 1.46 રૂપીયા પ્રતિ લીટર જેટલું સસ્તુ થયું છે.

22 જૂનના રોજ ઓપેક દેશોની બેઠક મળવાની છે જેમાં પ્રોડક્શન વધારવા અથવા ઘટાડવા મામલે નિર્ણય લેવામાં આવશે. જાણકારોનું માનીએ તો 22 જૂન સુધી ક્રૂડના ભાવમાં વધારો થાય તેવા અણસાર અત્યારે તો દેખાઈ રહ્યા નથી. તો પ્રોડક્શન વધારવાનો નિર્ણય જો લેવામાં આવશે તો ક્રૂડના ભાવમાં ઘટાડો થઈ શકે છે અને પરિણામે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]