નવી દિલ્હીઃ આશરે એક અબજ જૂનો વિશ્વનો સૌથી મોટો કટ ડાયમન્ડ વેચાઈ ગયો છે. ધ એન્જિમા નામથી મશહૂર એ કાળા રંગનો હીરો રૂ. 43 લાખ ડોલરમાં વેચાયો અને ખરીદદારે એને માટે ક્રિપ્ટોકરન્સીમાં ચુકવણી કરવામાં આવી છે. 555.55 કેરેટના આ હીરાનું વજન એક કેળા બરાબર છે. જોકે એના 60 લાખ ડોલરથી વધુમાં વેચાવાની શક્યતા હતી, પણ ઓનલાઇન લિલામીમાં એની કિંમત નહીં મળી.
આ લિલામી કરવાવાળી સંસ્થા સોધબીએ ખરીદદારના નામનો ખુલાસો નથી કર્યો, પણ એણે જણાવ્યું હતું કે એણે એ ખરીદવા માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કર્યો છે. આ લિલામી પછી ક્રિપ્ટો કરન્સીનો વેપાર કરનાર રિચર્ડ હાર્ટે સોશિયલ મિડિયા પર દાવો કર્યો હતો કે એ હીરો ખરીદ્યો હતો. તેણે સાથે દાવો કર્યો હતો કે આ હીરાનું નામ બદલીને HEX.com diamond કરી દેવામાં આવ્યું છે. એ નામ એણે બ્લોકચેન પ્લેટફોર્મના સંદર્ભમાં આપવામાં આવ્યું છે.
આ હીરો ક્યાંથી આવ્યો એ વિશે કેટલીય પ્રકારની વાર્તાઓ છે. એક વાર્તા એ પણ છે કે એ એસ્ટેરોઇડથી પૃથ્વી પર આવ્યો છે. એ હીરો કાર્બોનાડો જે કુદરતી ડાયમન્ડનું બહુ દુર્લભ રૂપ છે. વિશ્વમાં અત્યાર સુધી માત્ર બ્રાઝિલ અને સેન્ટ્રલ આફ્રિકન રિપ્બિલકમાં કાર્બોનાડો મળ્યો છે. એમાં ઓસ્બોરનાઇટ હોય છે. એ મિનરલ માત્ર મીટિઓરમાં મળી આવે છે અને એટલે એવું માનવામાં આવે છે કે એ હીરો અંતરિક્ષમાંથી આવ્યો છે. જોકે બ્લેક ડાયંમન્ડ્સની ઉત્પત્તિ ક્યાંથી થઈ, જોકે એ હજી પણ એક રહસ્ય છે. અમુમનથી 2.6થી 3.2 અબજ વર્ષ જૂનો હોય છે. એ ડાયનાસોરના દોરથી પહેલાંની વાત છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વી 4.65 અબજ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી હતી.