વધુ બે વ્યક્તિથી સાવચેત રહેવાની એનએસઈની રોકાણકારોને સલાહ

મુંબઈ તા. 25 મે, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ બજારમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ સામે અતિ સાવધ રહે છે અને રોકાણકારો કોઈ ઠગાઈનો શિકાર ન બને એ હેતુથી વારંવાર ચેતવણીઓ જાહેર કરે છે. તાજેતરમાં આવી એક વધુ ચેતવણીમાં એનએસઈએ જણાવ્યું છે કે વિનય અગરવાલ અને આશિષ અગરવાલ નામની બે વ્યક્તિ શેરબજારમાં રોકાણ કરવા પર ખાતરીબંધ વળતરની ઓફર કરી રહી છે.  શેરબજારમાં ખાતરીબંધ વળતર ઓફર કરવાની પ્રવૃત્તિ ગેરકાયદે છે.

વિનય અગરવાલ મોબાઈલ નંબર 9559984351 મારફત “ઈકોનોમિક કન્સલ્ટન્સી” નામે અને આશિષ અગરવાલ મોબાઈલ નંબર 7202040635 મારફત “ગણેશ ટ્રેડર્સ” નામે કામકાજ કરે છે. તેઓ પલ્બિક પાસેથી નાણાં એકત્ર કરે છે અને એની સામે નિશ્ચિત વળતરની ખાતરી આપી રહ્યા છે.

રોકાણકારોને સચેત કરવા સાથે સલાહ આપવામાં આવે છે કે આવી કોઈ યોજનામાં રોકાણ કરવું નહીં. આ સાથે રોકાણકારોને જણાવવામાં આવે છે કે તેમણે તેમના ટ્રેડિંગ ખાતાની લોગ-ઈન આઈડી તેમ જ પાસવર્ડ જેવી ખાનગી માહિતી કોઈની પણ સાથે શેર કરવી નહિ. જો એમ કરવાથી રોકાણકારોને કોઈ પણ નુકસાન થશે તો તેને માટે એક્સચેન્જ જવાબદાર રહેશે નહિ.

આવાં પ્રતિબંધિત પ્રોડક્ટ્સ અને યોજનાઓમાં રોકાણકારો તેમના જોખમે અને ખર્ચે રોકાણ કરે, કારણ કે એક્સચેન્જ આવી યોજનાઓને મંજૂર કરતું નથી કે નથી તેની ભલામણ કરતું. રોકાણકારો એ નોંધે કે આવી પ્રતિબંધિત યોજનાઓમાં સર્જાનારા કોઈ પણ વિવાદ માટે તેઓ એક્સચેન્જના રોકાણકાર રક્ષણ લાભો, લવાદ યંત્રણા કે એક્સચેન્જની રોકાણકાર ફરિયાદ નિવારણ યંત્રણાનો લાભ લઈ શકશે નહિ.