આઇસી15 ઇન્ડેક્સ 378 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં સરકારી કરજની મર્યાદાની બાબતે અનિશ્ચતતાભર્યા વાતાવરણમાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. માર્કેટના બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15ના પોલીગોન સિવાયના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા. કાર્ડાનો, બિટકોઇન, લાઇટકોઇન અને શિબા ઇનુમાં 1થી 3 ટકાનો ઘટાડો થયો હતો.

દરમિયાન, ઓસ્ટ્રિયાના ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જ બિટપાંડાએ અમેરિકન ક્રીપ્ટો એક્સચેન્જ – કોઇનબેઝ સાથે સહયોગ સાધ્યો છે. એનો ઉદ્દેશ્ય ગ્રાહકોને ડિજિટલ એસેટ્સ સેવાઓ પૂરી પાડવામાં યુરોપની બેન્કોને મદદ કરવાનો છે. બીજી બાજુ, ક્રીપ્ટો એક્સચેન્જ બિટફાઇનેક્સે લેટિન અમેરિકન પ્રદેશમાં ક્રીપ્ટોકરન્સીનો વ્યાપ વધારવાની દૃષ્ટિએ ચીલીના ક્રીપ્ટો એક્સચેન્જ ઓરિયોનએક્સ સાથે સમજૂતી કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.01 ટકા (378 પોઇન્ટ) ઘટીને 36,909 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 37,287 ખૂલીને 37,316ની ઉપલી અને 36,567 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.