નવા શ્રમ-કાયદાથી ઉદ્યોગજગત પરેશાનઃ નોકરીઓ ઘટવાની આશંકા

નવી દિલ્હીઃ દેશમાં નવા શ્રમ કાયદાઓની જોગવાઈઓથી ઉદ્યોગ જગતની નોકરીઓ વધવાને બદલે ઘટવાની દહેશત છે. ઓદ્યૌગિક સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રે સરકારને ગયા સપ્તાહમાં મોકલેલા સૂચનોમાં કહ્યું હતું કે બેઝિક સેલરીનો હિસ્સો વધારવાના પ્રસ્તાવથી નવી નોકરીઓ પર પ્રતિકૂળ અસર જોવા મળશે.

CIIના જણાવ્યા મુજબ નવા વેજ નિયમોમાં ભથ્થાંનો હિસ્સો કુલ સેલરીમાં 50 ટકાથી વધુ ના રાખવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. એનાથી પીએફની સાથે-સાથે ગ્રેચ્યુઇટીની સરેરાશ 35-45 ટકા સુધી વધશે. આ વ્યવસ્થાથી કોરોનાથી ધીમે-ધીમે બહાર આવી રહેલી ઇન્ડસ્ટ્રીમાં સેલરી બિલમાં વધારો થશે. ઓદ્યૌગિક સંસ્થાએ એ પણ કહ્યું હતું કે જો નિયમ આ જ સ્થિતિમાં લાગુ તયા તો કંપનીઓએ સેલરી માટે વધારાની રકમ ફાળવવી પડશે, જેથી વેપારી કામકાજ ચલાવવા અને નવી નોકરીઓ આપવી મુશ્કેલ બનશે.

CIIએ આ નિયમોને એક વર્ષ સુધી ટાળવાનું સૂચન કર્યું છે અને આ વિશે વ્યાપક અભ્યાસ કર્યા પછી લાગુ કરવાની અરજ કરી છે. શ્રમ મંત્રાલયની સાથે-સાથે નાણાપ્રધાન નિર્મલા સીતારામનને પત્ર સોંપવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર શ્રમ મંત્રાલય અંતિમ નોટિફિકેશન જારી કરતાં પહેલાં આ નવા સૂચનો પર ઉદ્યોગ જગતની સાથે ચર્ચા કરશે.

પાંચ વર્ષ પૂરાં થવા અથવા નિવૃત્ત થવા પર ગ્રેચ્યુઇટીનો લાભ મળવાનો પ્રસ્તાવ છે. ત્યાં ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોયમેન્ટમાં એક વર્ષમાં વધુ ગ્રેચ્યુઇટીનો લાભ મળી શકે છે. સરકારને આ માહિતી આપવામાં આવી છે કે વધુ ગ્રેચ્યુઇટીથી કર્મચારીની ઉપર કંપનીનો થનારો ખર્ચ વધશે તો અસંગઠિત ક્ષેત્રમાં રોજગારને પ્રોત્સાહન મળશે. પીએફ અને ગ્રેચ્યુઇટીમાં વધુ રકમ જવાથી લોકોના હાથમાં ખર્ચ માટે ઓછી રકમ રહેશે, જેનાથી આર્થિક કામકાજમાં ગતિ આવવાનું મુશ્કેલ બનશે.