અમેરિકામાં 36 લાખ ગ્રાહકોએ નેટફ્લિક્સ છોડ્યું

સેન ફ્રાન્સિસ્કોઃ સ્ટ્રીમિંગ સેવા પૂરી પાડતી કંપની નેટફ્લિક્સ ઝડપથી પેઈડ ધારકો ગુમાવી રહી છે. ડેટા એનાલિટિક્સ પ્રોવાઈડર કંપની એન્ટેનાનાં જણાવ્યા મુજબ, અમેરિકામાં આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં સબ્સ્ક્રિપ્શન પ્લેટફોર્મ નેટફ્લિક્સના 36 લાખ સબ્સ્ક્રિપ્શન રદ થયા છે. આ બાબતમાં અમેરિકા એકદમ પરિપક્વ બજાર ગણાય છે.

વર્ષ 2021ના પહેલા ક્વાર્ટર અને 2021ના ચોથા ક્વાર્ટરની સરખામણીમાં આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં નેટફ્લિક્સે ગુમાવેલા પેઈડ સબ્સ્ક્રાઈબર્સની સંખ્યા 10 લાખ વધારે છે. આ ગ્રાહકો ત્રણ વર્ષ કે તેનાથી વધારે સમયથી એની સાથે હતા. નેટફ્લિક્સ હાલ મંદીમાં ચાલે છે. આવક ઘટી ગઈ છે. તેણે અમેરિકામાં જ લગભગ દોઢસો જેટલા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે.