‘જુગ જુગ જિયો’નું ટ્રેલર: હાસ્ય-પ્રેમ, રંગ-નાટ્યાત્મક્તાથી ભરપૂર

મુંબઈઃ આગામી હિન્દી કોમેડી ફિલ્મ ‘જુગ જુગ જિયો’નું ટ્રેલર તેના નિર્માતાઓએ રિલીઝ કર્યું છે. ત્રણેક મિનિટના ટ્રેલર પરથી આ ફિલ્મ પ્રેમ, હાસ્ય, રમૂજ, રંગ અને નાટ્યાત્મક્તાથી ભરપૂર હશે એવું જણાય છે. ફિલ્મમાં અનિલ કપૂર, નીતુસિંહ-કપૂર, વરુણ ધવન અને કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાર્તા પંજાબના પટિયાલાવાસી એક પરિવારની, તેના સિદ્ધાંતો, અધૂરી રહેલી ઈચ્છાઓ તથા અનપેક્ષિત સમાધાનની છે.

રાજ મહેતા દ્વારા દિગ્દર્શિત અને હિરુ યશ જોહર, કરણ જોહર અને અપૂર્વા મહેતા નિર્મિત આ ફિલ્મ આવતી 24 જૂને થિયેટરોમાં રિલીઝ થવાની છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]