કંગનાએ ખરીદી પાંચ કરોડની મર્સિડીઝ-મેબેક S680 કાર

મુંબઈઃ બોલીવુડની બહાદુર અભિનેત્રી કંગના રણોતની નવી ફિલ્મ ‘ધાકડ’ આજથી થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ પ્રસંગે તેણે સ્વયંને જ એક લક્ઝરી કાર ભેટ આપી છે. ગઈ કાલે એણે અત્રે તેનાં નિવાસસ્થાને આ કાર પ્રેસ ફોટોગ્રાફરો સમક્ષ પ્રસ્તુત કરી હતી. એ વખતે એનાં માતાપિતા અને બહેન સહિતનાં પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. કંગનાના માતાએ કારની પૂજા કરી હતી.

કંગનાએ કાળા રંગની મર્સિડીઝ મેબેક S680 ખરીદી છે જેની કિંમત પાંચ કરોડ રૂપિયા થાય છે. આ કાર ભારતમાં ખરીદનાર તે પ્રથમ ગ્રાહક બની છે.

(તસવીર સૌજન્યઃ કંગના રણોત ઈન્સ્ટાગ્રામ)