મહિલા બોક્સિંગની દુનિયાની નવી નાયિકા નિખત ઝરીન

ભારતની 25 વર્ષીય મહિલા બોક્સર નિખત ઝરીને 19 મે, ગુરુવારે તૂર્કી ઈસ્તંબુલમાં ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશનના નેજા હેઠળ યોજાઈ ગયેલી મહિલાઓની વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં ફ્લાયવેઈટ કેટેગરીની 52 કિલોગ્રામ વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

વિશ્વ બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા તરીકેની સિદ્ધિ હાંસલ કરનાર નિખત દેશની પાંચમી મહિલા બોક્સર બની છે. અન્ય ચાર છેઃ મેરી કોમ, સરિતા દેવી, જેની આર.એલ. અને લેખા કે.સી.

તેલંગણાના નિઝામાબાદની વતની નિખતે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં થાઈલેન્ડની જિતપોંગ જુતામાસને હરાવી હતી.

નિખત બેન્ક ઓફ ઈન્ડિયામાં જનરલ બેન્કિંગ ઓફિસર તરીકે કામ કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને નિખતને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે.