મસ્કની ટેસ્લાએ ભારતમાં સિનિયર-પદો પર નિમણૂકો શરૂ કરી

બ્લુમબર્ગઃ વિશ્વનાં ઊભરતાં ભારતીય બજારોમાં એન્ટ્રી કરવા માટે ટેસ્લાએ જોરશોરથી શરૂ કરી દીધી છે. કંપનીએ ભારતમાં સિનિયર લેવલ- મેનેજરિયલ અને લીડરશિપની ભૂમિકા માટે હાયરિંગ શરૂ કરી છે. કેલિફોર્નિયા સ્થિત ઇલેક્ટ્રિક વેહિકલ્સ ઉત્પાદક કંપની વેચાણ અને માર્કેટિંગના વડા, હ્યુમન રિસોર્સના હેડ સહિતના હોદ્દાઓ માટે કંપની ભરતી કરી રહી છે, કંપનીની નજીકના એક વ્યક્તિએ ઓળખ ન આપવાની શરતે કહ્યું હતું. એ વ્યક્તિએ કહ્યું હતું કે ટેસ્લા ફેન ક્લબના ટ્વીટને આધારે કંપનીએ એક સિનિયર લીગલ કાઉન્સિલને પણ રિક્રૂટ કરી છે. 

મહિનાઓની અટકળોને અંતે કંપનીના CEO એલન મસ્કે ટેસ્લા જાન્યુઆરીમાં ભારતમાં પ્રવેશ કરશેની પુષ્ટિ કરી હતી. વિશ્વના સબીજા ક્રમાંકના શ્રીમંતે 13 જાન્યુઆરીએ ટ્વીટ કર્યું હતું કે વચન મુજબ ઓટોઉત્પાદક અનેક ભારતીય રાજ્યો સાથે ઓફિસ, શોરૂમ્સ, રિસર્ચ અને ડેવલપમેન્ટ સેન્ટર અને સંભવતઃ ફેક્ટરી ખોલવા માટે વાટાઘાટ કરી રહ્યા છે. કંપનીએ પ્રશાંત આર મેનનને ટેસ્લા ઇન્ડિયા માટે દેશના ડિરેક્ટરપરદે નિયુક્ત કર્યા હતા અને તેમનું કામ ભારતમાં કંપનીના લોન્ચ થવાની દેખરેખ રાખવાનું છે. મેનન ટેસ્લા સાથે છેલ્લાં ચાર વર્ષોથી કામ કરી રહ્યાં છે.

EV ઉત્પાદકે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોટીની સરકારના GSTમાં થયેલા ફેરફાર અંગેની ઘોષણાઓને નજીકથી નજર રાખી રહ્યા છે. જેથી ઇલેક્ટ્રિક કારના પડતર ખર્ચમાં ઘટાડો થઈ શકે, એમ આ બાબતથી પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું.

ભારતના ઉત્પાદન કાર્યક્રમ અંતર્ગત EV ઉત્પાદકો વધુ પ્રોત્સાહનોની રાહ જુએ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]