વોશિંગ્ટનઃ અમેરિકી અર્થતંત્ર પર હાલ મંદીનું જોખમ ઝળૂંબી રહ્યું છે. સરકારે દેશને ડિફોલ્ટ થવાથી બચાવવા માટે ડેટ સીલિંગ બિલને પાસ કર્યું છે. જોકે અમેરિકામાં છટણીનો દોર હજી પણ જારી છે. મેમાં અમેરિકામાં આશરે 80,000થી વધુ નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે. અમેરિકી કંપનીઓએ આ વર્ષે મેમાં વર્ષ 2022માં રેકોર્ડ નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, એમ અમેરિકાની એક્ઝિક્યુટિવ આઉટપ્લેસમેન્ટ ફર્મ ચેલેન્જર ગ્રે એન્ડ ક્રિસમસ ઇન્કે જણાવ્યું હતું.
અમેરિકી એમ્પ્લોયરે મેમાં 80,089 નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, જ્યારે ગયા વર્ષે આ મહિનામાં 20,712 છટણી કરવામાં આવી હતી. આ વર્ષે એપ્રિલમાં અમેરિકી કંપનીઓએ 66,995 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા. ગયા મહિને 80,000થી વધુ અમેરિકી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી, જેમાંથી 3900 ટેક ક્ષેત્રથી સંબંધિત હતી. આ કર્મચારીઓને AIને કારણે નોકરીઓ ગુમાવી હતી.
આ વર્ષે અત્યાર સુધી કંપનીઓએ 4.17 લાખ નોકરીઓમાં કાપની યોજનાની ઘોષણા કરી હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં 1,00,694 નોકરીઓમાં કાપની ઘોષણા કરી હતી, જે 315 ટકા વધુ છે. અમેરિકામાં કન્ઝ્યુમર કોન્ફિડન્સ છ મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો અને જોબ ઓપનિંગ ઓછી રહી હતી. મંદીની આશંકાને કંપનીઓએ હાયરિંગ પર બ્રેક લગાવતી જોવા મળી હતી.
અહેવાલ અનુસાર ટેક સેક્ટરમાં મેમાં સૌથી વધુ 22,887ની સાથે સૌથી વધુ છટણીની ઘોષણા કરી હતી. રિટેલ વિક્રેતાઓએ મેમાં 9053 નોકરીઓમાં કાપ સાથે બીજા ક્રમે હતા. ઓટોમોટિવ ક્ષેત્ર 8308 નોકરીઓ અને બેન્કિંગ ક્ષેત્રમાં નાણાકીય કંપનીઓએ મેમાં 36,937 કાપની ઘોષણા કરી હતી.