હીરો મોટોકોર્પે મોટરસાઈકલ ‘પેશન+’ લોન્ચ કરી; કિંમત રૂ. 76,301

નવી દિલ્હીઃ હીરો મોટોકોર્પ કંપની દુનિયામાં ટૂ-વ્હીલર વાહનોની સૌથી મોટી ઉત્પાદક છે. એણે ભારતીય માર્કેટમાં તેની લોકપ્રિય મોટરસાઈકલ ‘Passion+’ને લોન્ચ કરી છે. નવી Passion+ બાઈકની કિંમત છે રૂ. 76,301 (એક્સ-શોરૂમ, દિલ્હી). આ મોટરબાઈક દેશભરમાં હીરો મોટોકોર્પના ડિલરો પાસે ઉપલબ્ધ છે.

(તસવીરઃ heromotocorp.com)

ભારતના નાના નગરો અને ગામડાઓમાં હીરોની Passion મોટરબાઈક ચાલકોમાં ખૂબ ફેવરિટ છે. એણે પેશન પ્લસ બાઈકને 2020માં બીએસ-6 માપદંડોને કારણે બંધ કરી દીધી હતી. પરંતુ હવે તેણે એને નવા અને વધારે સારા ફીચર્સ સાથે લોન્ચ કરી છે. એનું માઈલેજ વધારે કુશળ બનાવ્યું છે. ડિઝાઈનમાં ખાસ વધારે ફેરફાર કરાયો નથી, પરંતુ એ હવે ત્રણ રંગમાં મળે છે – સ્પોર્ટ્સ રેડ, બ્લેક નેક્સસ બ્લૂ અને બ્લેક હેવી ગ્રે.