ક્લાયમેટ ચેન્જની લડાઈમાં ખાનગી ક્ષેત્રનું પણ યોગદાન જરૂરીઃ WB

વોશિંગ્ટનઃ વિશ્વમાં હવામાનમાં આવતા વારંવારના પલટાને કારણે જળવાયુ પરિવર્તનની લડાઈમાં ઊભરતા દેશોના ખાનગી ક્ષેત્રે પણ હવે મદદ કરવી જોઈએ અને હવે વાતાવરણને બચાવવા માટે મોટી ભૂમિકા ભજવવી જોઈએ, એમ વિશ્વ બેન્કના નવા અધ્યક્ષ અજય બંગાએ આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

વિશ્વમાં ક્લાયમેટ ચેન્જ મુદ્દે વિકસિત દેશો, વર્લ્ડ બેન્ક મલ્ટિલેટરલ ડેવલપમેન્ટ બેન્કો (MDBs)ના પ્રયાસો પૂરતા નથી, જેથી ઊબરતાં બજારોએ પણ વાતાવરણ સ્વચ્છ કરવા અને રાખવા માટે યોગદાન પવું જરૂરી છે, એવો તેમણે તર્ક આપ્યો હતો. બીજી જૂને વર્લ્ડ બેન્કના 14મા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળનાર બંગાએ કહ્યું હતું કે ભવિષ્યમાં ક્લાયમેટ  ચેન્જને થતું અટકાવવા માટે ખાનગી ક્ષેત્રનું યોગદાન પણ જરૂરી છે અને એ માત્ર એકમાત્ર રસ્તો છે. તેમણે ક્લાયમેટ ચેન્જ મુદ્દે ભાર દઈને ખાનગીકરણની વકીલાત કરી હતી.

મને લાગે છે કે આપણે શું કરવું જોઈએ..MDB સિસ્ટમે અલગ ભૂમિકા ભજવવા માટે જોખમ ના લઈ શકે. બંગા વિશ્વ બેન્કના અધ્યક્ષપદે આરૂઢ થનારા પહેલા ભારતીય-અમેરિકન છે. તેમણે તેમની જાતને મેઇ ઇન ઇન્ડિયા ગણાવી હતી.

તેઓ ભારતમાં જન્મ્યા અને પાલનપોષણ થયું અને તેમણે વિકસિત અને વિકાસશીલ દેશો-બંનેમાં કામ કર્યું છે અને તેમની ઇચ્છા વૈવિધ્યસભર સંસ્કૃતિમાંથી આવેલા લોકો નેતૃત્વ સંભાળે એવી છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે ક્લાયમેટ ચેન્જ મુદ્દે ક્લાયમેટ ફંડ સ્થાપવા માટેની પ્રતિબદ્ધતા લક્ષ્યાંકથી પાછળ રહી ગયાનું જણાવ્યું હતું.