50 કરોડના લોનધારકની પાસપોર્ટની વિગતો લેવા બેંકોને નિર્દેશ

નવી દિલ્હીઃ બેંકો પાસેથી ઉધાર લઈને વિદેશ ભાગી જનારા લોકોને રોકવા માટે સરકાર મોટો નિર્ણય લઈ રહી છે. સરકારે આદેશ જાહેર કર્યો છે કે જે લોકોએ ભારતીય બેંકો પાસેથી 50 કરોડ રૂપિયાથી વધારેની લોન લીધી છે તે તમામ લોકો 45 દિવસની અંદર પોતાની પાસપોર્ટ વિગતો બેંકોને આપે. આ ઉપરાંત હવે જે લોકો 50 કરોડ રૂપિયાથી વધારેની લોન લેશે તેઓએ પણ પાસપોર્ટની વિગતો આપવી પડશે.

નાણા મંત્રાલયે દેશની તમામ સરકારી બેંકોને આદેશ આપ્યા છે કે તેઓ 50 કરોડ રૂપીયાથી વધારેની લોન લેનારા લોકોના પાસપોર્ટની માહિતી એકત્ર કરવામાં આવે. સરકારના નિર્દેશ અનુસાર બેંકોને આ માહિતી 45 દિવસમાં એકત્ર કરવાની છે. પીએનબીમાં ગોટાળો થયા બાદ તમામ મંત્રાલયે આ નિર્દેશ જાહેર કર્યા છે.

બેંકોને મળ્યો નિર્દેશ

નાણા મંત્રાલયે બેંકોને જણાવ્યું છે કે જો લેણદારનો પાસપોર્ટ નથી તો બેંક તેની પાસેથી સોગંધનામુ લઈ લે કે તે વ્યક્તિ પાસપોર્ટ નથી રાખતો. બેંકોને એ પણ કહેવામાં આવ્યું છે કે તેઓ લોન એપ્લીકેશન ફોર્મમાં પણ બદલાવ કરીને પાસપોર્ટ ડિટેલ્સની કોલમ શામીલ કરે.

વિદેશ ભાગવાથી રોકવાનો ઉદ્દેશ્ય

50 કરોડ રૂપીયાથી વધારેની લોન આપતા સમયે જો બેંકો પાસપોર્ટની વિગતો માંગી લેશે તો ગોટાળાબાજોને દેશ છોડીને ભાગવાથી રોકી શકાશે. અત્યારે બેંકો પાસે લેણદારના પાસપોર્ટની વિગત નથી હોતી. આના કારણે ડિફોલ્ટરો દેશ છોડીને જતા પહેલા ઈમિગ્રેશન અથવા એરપોર્ટ ઓથોરિટીને જાણકારી નથી મળી શકતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]