ભાગેડુ દેવાળીયા વિજય માલ્યાની નફ્ફટાઇઃ ભારતીય જજોની નિષ્પક્ષતા સામે આંગળી ચીંધી

લંડન– પોતે ભલે ભારતની બેંકોનું લાખો કરોડો રુપિયાનું કરી નાંખ્યું હોય,પણ ‘ન્યાય’ મેળવવા માટે સમગ્ર ભારતીય ન્યાય વ્યવસ્થા પર આંગળી ઉઠાવે તેનું નામ વિજય માલ્યા…લંડનમાં માલ્યાના ભારતને પ્રત્યાર્પણ કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે દેવાળીયા અને ભાગેડુ વિજય માલ્યાએ તેના વકીલો દ્વારા સમગ્ર ભારતીય ન્યાયતંત્રની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવ્યાં હતાં.VIJ

મની લોન્ડરિંગ અને છેતરપિંડીના આરોપી 61 વર્ષીય માલ્યા સંડનની વેસ્ટમિનિસ્ટર કોર્ટમાં હાજર રહ્યાં હતાં. તેમના વકીસ ક્લેયર મોન્ટગોમરીએ સીબીઆઈ અને સુપ્રીમ કોર્ટના હુકો પર અભિપ્રાય આપવા માટે ડૉ. માર્ટિન લાઉને પેશ કર્યાં હતાં. લાઉ દક્ષિણ એશિયાઇ મામલાઓના વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેમણે સિંગાપુર અને હોન્ગકોન્ગના ત્રણ એકેડેમિક સ્ટડીના સંદર્ભથી નિવૃત્તિની નજીક પહોંચેલા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિષ્પક્ષતા પર શક જતાવ્યો હતો.

ભારતની બેંકોના 9000 કરોડથી વધુની રકમ ચાઉં કરી ગયેલ માલ્યાના વકીલ એમ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે એરલાઇનની લોન ન ચૂકવવીએ વેપારી નિષ્ફળતા છે, કોઇ બેઇમાનીનો મામલો નથી. અન્ય સંબંધિત કેસોમાં લેડીવોક એલએલપી, રોઝ કેપિટલ વેન્ચર્સ અને ઓરેન્જ ઇન્ડિયા હોલ્ડિંગ્ઝના નામ છે. માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણીમાં તેના વકીલોના જવાબ આપવા માટે સમય આફવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી ગુરુવારે પૂર્ણ થવાની સંભાવના છે.

માલ્યા પર લંડનમાં જ અન્ય એક કેસ ચાલી રહ્યો છે જેમાં તેની મિલકતો પર મનાઇહુકમ માચે ભારતીય બેંક સમૂહે યુકે હાઇકોર્ટ હેઠળ આવતી કમર્શિયલ કોર્ટની ક્વીન્સ બેંચ ડિવિઝનમાં સુનાવણી ચાલી રહી છે.