મારુતિએ હેડલેમ્પ બદલી આપવા 40,453 ‘ઈકો’ પાછી મગાવી

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કારઉત્પાદક કંપની મારુતિ સુઝૂકી ઈન્ડિયાએ તેના મલ્ટી-પર્પઝ વેહિકલ ‘ઈકો’માં હેડલેમ્પની ઊભી થયેલી સમસ્યાને દૂર કરવા માટે 40,453 કાર પાછી મગાવી છે.

કંપનીએ એક નિવેદન બહાર પાડીને આમ કહ્યું છે.

કંપનીએ કહ્યું છે કે તે ઈકો કારના હેડલેમ્પ પર સ્ટાન્ડર્ડ સિમ્બોલ ન હોવાની સંભવિત સમસ્યા હોવાનું માલૂમ પડતાં 40,453 કારને ગ્રાહક-માલિકો પાસેથી પાછી મગાવી છે. જો કોઈ કામ કરવાનું હશે તો એ કંપની મફતમાં એ કરી આપશે.

આવી ઈકો કારના માલિકોનો કંપનીના ઓથોરાઈઝ્ડ ડિલર્સ ઉચિત સમયે સંપર્ક કરશે.